અમદાવાદ | ૨૭ મે ૨૦૨૬, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા ક્રમાંક GPRB/202526/1 અનુસાર શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની લેખિત પરીક્ષા તા. 14 જૂન 2026ના રોજ યોજાશે.
ઉમેદવારો માટે પરીક્ષાનો કોલલેટર તા. 06 જૂન 2026થી OJAS વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરી પરીક્ષાની તૈયારી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને સત્તાવાર વેબસાઈટ પરથી જ માહિતી મેળવવા અપીલ કરવામાં આવી છે.