લાંભવેલ હનુમાનજી મંદિરનો થશે ભવ્ય કાયાકલ્પ! આણંદના સુપ્રસિદ્ધ લાંભવેલ હનુમાનજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ. 9.55 કરોડના વિકાસ કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

લાંભવેલ હનુમાનજી મંદિરનો થશે ભવ્ય કાયાકલ્પ!  આણંદના સુપ્રસિદ્ધ લાંભવેલ હનુમાનજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ. 9.55 કરોડના વિકાસ કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

આણંદના સુપ્રસિદ્ધ લાંભવેલ હનુમાનજી મંદિરનો હવે કાયાકલ્પ થવા જઈ રહ્યો છે.

શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને મંદિરના સર્વાંગી વિકાસ માટે અંદાજે રૂ. 9.55 કરોડના વિકાસ કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.

આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલની રજૂઆતને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર અને જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીના અધ્યક્ષ પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરાયેલી આ દરખાસ્ત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગરને મંજૂરી માટે મોકલવામાં આવી છે.

મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ, માળખાગત વિકાસ, સૌંદર્યીકરણ અને અન્ય લોકઉપયોગી કામો હાથ ધરવામાં આવશે.

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સમક્ષ પણ રજૂઆત કરી હતી, જેના પગલે દરખાસ્તને ટૂંક સમયમાં મંજૂરી આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

અર્થાત, આગામી સમયમાં આણંદના આ પવિત્ર યાત્રાધામમાં શ્રદ્ધાળુઓને વધુ સુવિધાઓ મળશે અને લાંભવેલ હનુમાનજી મંદિરનો નવો અને ભવ્ય કાયાકલ્પ જોવા મળશે.