આણંદ-ખેડામાં સ્માર્ટ મીટરની રફ્તાર! 3.10 લાખથી વધુ મીટર લગાવાયા, હવે આગળ શું?

આણંદ-ખેડામાં સ્માર્ટ મીટરની રફ્તાર! 3.10 લાખથી વધુ મીટર લગાવાયા, હવે આગળ શું?

આણંદ અને ખેડા જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને વેગ મળ્યો છે. બંને જિલ્લામાં અત્યાર સુધીમાં 3.10 લાખથી વધુ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

ગુજરાત વીજ કંપનીની ઝુંબેશ હેઠળ આણંદ જિલ્લામાં 1.85 લાખથી વધુ, જ્યારે ખેડા જિલ્લામાં 1.20 લાખથી વધુ સ્માર્ટ મીટર ફિટ કરવામાં આવ્યા છે.

આણંદ જિલ્લામાં સૌથી વધુ 42 હજારથી વધુ ગ્રાહકોએ, જ્યારે નડિયાદમાં 18 હજારથી વધુ ગ્રાહકોએ સ્માર્ટ મીટર લગાવ્યા છે.

છેલ્લા 10 મહિનાની વાત કરીએ તો બંને જિલ્લામાં આશરે 64 હજાર નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે.

Mgvclના જણાવ્યા મુજબ, સ્માર્ટ મીટર લગાવવાથી વીજ યુનિટના દર કે વપરાશમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સાથે જ ગ્રાહકોને પોતાના મોબાઈલ પર વીજળીના વપરાશની માહિતી સરળતાથી મળી રહેશે.

આણંદ જિલ્લામાં હવે કુલ 6 લાખ સ્માર્ટ મીટર લગાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

એટલે આગામી સમયમાં આણંદ-ખેડા જિલ્લામાં વધુને વધુ ઘરોમાં સ્માર્ટ મીટર જોવા મળે તો નવાઈ નહીં.