ઓનલાઇન ધતુરો વેચવો… Amazon, Instamart અને BigBasketને ભારે પડી ગયો!

ઓનલાઇન ધતુરો વેચવો… Amazon, Instamart અને BigBasketને ભારે પડી ગયો!

ઓનલાઇન ધતુરો વેચવો… Amazon, Instamart અને BigBasketને ભારે પડી ગયો!

કર્ણાટકમાં માનવ વપરાશ માટે ધતુરાના ફળ અને બીજનું ઓનલાઈન વેચાણ કરવાના મામલે ત્રણેય કંપનીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

કર્ણાટક ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન વિભાગને ફરિયાદો મળી હતી કે આ ઓનલાઈન પ્લેટફોર્મ પર માનવ વપરાશ માટે ધતુરાના ફળ અને બીજ વેચવામાં આવી રહ્યા છે.

ફરિયાદ બાદ વિભાગે તપાસ હાથ ધરતા Amazon, Instamart અને BigBasket સહિતના પ્લેટફોર્મ પર ધતુરાના ફળ અને બીજની ઓનલાઈન લિસ્ટિંગ મળી આવી હતી.

ત્યારબાદ કર્ણાટકના ફૂડ સેફ્ટી વિભાગે ત્રણેય કંપનીઓના ફૂડ લાયસન્સ આગામી આદેશ સુધી અસ્થાયી રીતે સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે.

વિભાગના જણાવ્યા મુજબ, ધતુરો ઝેરી હોય છે અને તેનું સેવન માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. એટલે તેને માનવ વપરાશ માટે વેચવાની મંજૂરી આપી શકાય નહીં.

માત્ર કંપનીઓ સામે જ નહીં, પરંતુ વિભાગે માનવ વપરાશ માટે ધતુરો વેચતી તમામ ઓનલાઈન લિસ્ટિંગ અને જાહેરાતો તાત્કાલિક દૂર કરવાનો પણ આદેશ આપ્યો છે.

સાથે જ, આવા ઉત્પાદનો સપ્લાય કરનારા સંબંધિત સપ્લાયર્સના લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

હવે સવાલ એ છે કે…

ઝેરી ગણાતા ધતુરાના ફળ અને બીજ માનવ વપરાશ માટે ઓનલાઈન પ્લેટફોર્મ સુધી પહોંચ્યા કેવી રીતે?

આ કાર્યવાહી બાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી ખાદ્યસામગ્રીની સેફ્ટી અને ગુણવત્તા અંગે પણ ફરી એકવાર સવાલો ઊભા થયા છે.