વિકાસના નામે કરોડો રૂપિયાનો ખર્ચ… અને એક કલાકના વરસાદે ખોલી નાખી વિકાસની પોલ!
દેશની નવી સંસદ… આશરે 1200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ભવ્ય ઇમારતની બહાર વરસાદ બાદ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે.
એક તરફ દેશને નવી અને આધુનિક સંસદ મળી છે, તો બીજી તરફ વરસાદ પડતાં જ સંસદ ભવનની આસપાસ પાણી ભરાતા અનેક સવાલો ઊભા થયા છે.
સવાલ એ છે કે…
શું કરોડોના ખર્ચે બનેલા આ ભવનની આસપાસ યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવામાં આવી છે?
જો માત્ર એક કલાકના વરસાદમાં જ પાણીનો નિકાલ ન થઈ શકે, તો પછી આટલો મોટો ખર્ચ અને આધુનિક આયોજન ક્યાં ગયું?
વિકાસ માત્ર ભવ્ય ઈમારતો ઊભી કરવાથી નથી થતો…
વિકાસ ત્યારે કહેવાય, જ્યારે આ ઈમારતો વરસાદ, પાણી અને અન્ય પરિસ્થિતિઓનો પણ સામનો કરી શકે.
હવે સવાલ માત્ર પાણી ભરાવાનો નથી…