Advertisement

ગુજરાતમાં વિકાસનો મહાધમાકો, PM મોદી ₹19,800 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

ગુજરાતમાં વિકાસનો મહાધમાકો, PM મોદી ₹19,800 કરોડના પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવી બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન, રેલવે અને શહેરી વિકાસ સહિતના મોટા પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળશે, જેના કારણે રાજ્યના વિકાસને વધુ વેગ મળશે.

કેન્દ્ર સરકારના અંદાજે ₹10,921 કરોડના પ્રોજેક્ટ્સ હેઠળ ઊર્જા ક્ષેત્રમાં કચ્છના ખાવડા ખાતે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કના પ્રોજેક્ટ્સ, તેમજ હાઇવે અને રેલવે કનેક્ટિવિટી વધારતા મહત્વના કામો શરૂ થશે. સાથે જ રાજ્ય સરકારના ₹8,886 કરોડના પ્રોજેક્ટ્સમાં અમદાવાદ-ગાંધીનગર સહિતના વિસ્તારોમાં શહેરી વિકાસ, રસ્તા, પાણી પુરવઠા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રાજ્યના 34 જિલ્લાઓના 38,949 લાભાર્થીઓને નવા ઘરની ચાવી પણ સોંપવામાં આવશે. આથી હજારો પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે.

Advertisement