મેઘરાજાની મહેર! વરસાદથી જળાશયોમાં નવી જાન, આજવા અને વિશ્વામિત્રીની સપાટીમાં વધારો.

મેઘરાજાની મહેર! વરસાદથી જળાશયોમાં નવી જાન, આજવા અને વિશ્વામિત્રીની સપાટીમાં વધારો.

વડોદરા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા વરસાદે પાણીની ચિંતામાં આંશિક રાહત આપી છે. લાંબા સમયથી ઘટી રહેલી આજવા સરોવર અને અન્ય જળાશયોની સપાટીમાં હવે નવા પાણીની આવક શરૂ થઈ છે. છેલ્લા ત્રણ કલાકમાં આજવા સરોવરની જળસપાટી 207.85 ફૂટથી વધીને 207.88 ફૂટ થઈ છે, જે સતત ઘટતા જળસ્તર વચ્ચે સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.

બીજી તરફ શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં પણ વધારો નોંધાયો છે. નદીની સપાટી 5.25 ફૂટથી વધીને 5.77 ફૂટ થઈ છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી હોવાથી જળાશયોમાં વધુ પાણીની આવક થવાની આશા છે, જ્યારે વહીવટી તંત્ર જળાશયો અને નદીની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.