સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવની આગાહી! 18 જિલ્લામાં રેડ એલર્ટ, ભારે વરસાદને લઈને તંત્ર હાઈ એલર્ટ પર

સમગ્ર ગુજરાતમાં મેઘતાંડવની આગાહી! 18 જિલ્લામાં રેડ એલર્ટ, ભારે વરસાદને લઈને તંત્ર હાઈ એલર્ટ પર

ગુજરાતમાં ફરી એકવાર વરસાદે જોર પકડ્યું છે. હવામાન વિભાગે નાઉકાસ્ટ હેઠળ આગામી ત્રણ કલાક દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 18 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અમલમાં છે.

રેડ એલર્ટ જાહેર કરાયેલા જિલ્લાઓમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ, અમદાવાદમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને વરસાદ દરમિયાન જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.