આતંકવાદી કનેક્શન બાદ પોલીસનો એક્શન! હરણીની હોટલના સંચાલક સામે કાર્યવાહી.

આતંકવાદી કનેક્શન બાદ પોલીસનો એક્શન! હરણીની હોટલના સંચાલક સામે કાર્યવાહી.

વડોદરામાં કથિત આતંકવાદી હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં થોડા સમય માટે રોકાયો હોવાની તપાસ બાદ શહેર પોલીસ એલર્ટ થઈ છે. જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા કથિત આતંકવાદી મોડ્યુલની તપાસ દરમિયાન વડોદરાનું કનેક્શન સામે આવતાં હોટલોમાં ચેકિંગ અને નિયમોના પાલનની તપાસ વધુ કડક બનાવવામાં આવી છે.

આ કાર્યવાહી દરમિયાન હરણી એરપોર્ટ સર્કલ પાસે આવેલી એક હોટલમાં તપાસ કરતાં પથિક સોફ્ટવેરનો ઉપયોગ ન કરવો, મહેમાનોનું રજિસ્ટર યોગ્ય રીતે ન રાખવું તેમજ સીસીટીવીનું બેકઅપ જાળવી ન રાખવા જેવી બેદરકારી સામે આવી હતી. આ મામલે એસઓજીએ હોટલ સંચાલક સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે, જ્યારે સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.