Advertisement

Gemini AI યુઝર્સ માટે Googleની મોટી જાહેરાત, હવે લિમિટ ઝડપથી ખતમ નહીં થાય

Gemini AI યુઝર્સ માટે Googleની મોટી જાહેરાત, હવે લિમિટ ઝડપથી ખતમ નહીં થાય

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્લેટફોર્મ Geminiનો ઉપયોગ કરતા લાખો યુઝર્સ માટે Googleએ મહત્વનો નિર્ણય લીધો છે. લાંબા સમયથી Geminiમાં લિમિટ ઝડપથી પૂર્ણ થઈ જતી હોવાની ફરિયાદો વચ્ચે કંપનીએ નવા નિયમો અને લિમિટ સ્ટ્રક્ચરમાં ફેરફારોની જાહેરાત કરી છે. નવા અપડેટ બાદ યુઝર્સને વધુ સારી લિમિટ મેનેજમેન્ટ અને લાંબા સમય સુધી સેવા ઉપયોગ કરવાની સુવિધા મળશે.


Google દ્વારા રજૂ કરવામાં આવેલી નવી "Compute-Used" સિસ્ટમ મુજબ હવે યુઝર્સની લિમિટનો હિસાબ પ્રોમ્પ્ટની જટિલતા, ચેટની લંબાઈ અને ઉપયોગમાં લેવાયેલા ટૂલ્સના આધારે કરવામાં આવશે. સામાન્ય ટેક્સ્ટ આધારિત પ્રોમ્પ્ટ ઓછું કમ્પ્યુટ વાપરશે, જ્યારે વીડિયો, કોડિંગ અને અન્ય અદ્યતન ટાસ્ક માટે વધુ કમ્પ્યુટનો ઉપયોગ થશે. કંપનીએ જણાવ્યું છે કે સાપ્તાહિક લિમિટ પૂરી ન થાય ત્યાં સુધી દર પાંચ કલાકે ઉપયોગની મર્યાદા રિફ્રેશ થતી રહેશે.


Googleએ સિંગલ પ્રોમ્પ્ટ માટે પણ મહત્તમ વપરાશ મર્યાદા નક્કી કરી છે જેથી કોઈ એક જટિલ પ્રોમ્પ્ટ સમગ્ર કોટા ખતમ ન કરી શકે. ઉપરાંત જો કોઈ રિક્વેસ્ટ સિસ્ટમની ખામીના કારણે નિષ્ફળ જશે તો તેનો ચાર્જ યુઝરના કોટામાંથી કપાશે નહીં. કંપનીના જણાવ્યા મુજબ માત્ર સફળતાપૂર્વક પૂર્ણ થયેલા ટાસ્ક માટે જ કોટાની ગણતરી કરવામાં આવશે.


કંપનીએ વધુમાં જણાવ્યું છે કે 'ડીપ રિસર્ચ' જેવા ભારે ટાસ્ક માટે હવે વિગતવાર વપરાશ બ્રેકડાઉન અને નોટિફિકેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેના કારણે યુઝર્સ પોતાના કોટાનો વધુ અસરકારક ઉપયોગ કરી શકશે અને વપરાશ વિશે વધુ સ્પષ્ટ માહિતી મેળવી શકશે.


આ સાથે Googleએ Gemini 3.1 Flash-Lite પ્રોમ્પ્ટ્સને સંપૂર્ણપણે મફત કરવાની જાહેરાત પણ કરી છે. હવે આ પ્રોમ્પ્ટ્સ યુઝર્સના મુખ્ય કોટામાં ગણાશે નહીં. ઉપરાંત એક વખત પસંદ કરાયેલ મોડલ ભવિષ્યના સેશન્સમાં પણ યથાવત રહેશે, જ્યાં સુધી યુઝર તેને બદલશે નહીં અથવા સિસ્ટમ લિમિટના કારણે ઓટોમેટિક અન્ય મોડલ પર શિફ્ટ નહીં થાય.


Googleના આ નવા ફેરફારોને કારણે Gemini AIનો ઉપયોગ વધુ સરળ, પારદર્શક અને યુઝર-ફ્રેન્ડલી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને નિયમિત અને વ્યાવસાયિક ઉપયોગ કરતા યુઝર્સને આ અપડેટથી મોટો ફાયદો થવાની સંભાવના છે.

Advertisement