દહેજ GIDCમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ!

દહેજ GIDCમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ!

ભરૂચની દહેજ GIDC સ્થિત વિઝન પ્રોડક્ટ પ્રાઈવેટ લિમિટેડમાં વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ સાથે ભીષણ આગ ભભૂકી ઊઠી. વિસ્ફોટનો ધડાકો આશરે 7 કિલોમીટર દૂર સુધી સંભળાયો હોવાનું જણાવવામાં આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ સોલ્વન્ટ ભરેલા ડ્રમોમાં વિસ્ફોટ થતાં આગ વધુ વિકરાળ બની હોવાનું અનુમાન છે. ફાયર બ્રિગેડની ટીમો પાણી અને ફોમનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસોમાં સતત વ્યસ્ત છે. સદનસીબે, હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાગ્રસ્ત થયાની માહિતી સામે આવી નથી. જો કે, આગની ઝપેટમાં કંપનીનો સમગ્ર પ્લાન્ટ આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.