Advertisement

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ આણંદ રેલ્વે પોલીસ દ્વારા ફરીયાદીઓને કિંમતી સામાન પરત

‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ આણંદ રેલ્વે પોલીસ દ્વારા ફરીયાદીઓને કિંમતી સામાન પરત

આણંદ: રેલ્વે ટ્રેનો અને સ્ટેશનો પર થતા ચોરીના બનાવોમાં ગુમ થયેલ મુદ્દામાલ શોધી ફરીયાદીઓને પરત આપવાના ઉદ્દેશ સાથે આણંદ રેલ્વે પોલીસ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ફરીયાદીઓને ચાંદી પર સોનાનો ઢોળ ચડાવેલ ઘરેણાં અને મોબાઇલ ફોન પરત સોંપવામાં આવ્યા હતા.


અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી કે. એન. ડામોર (રેલ્વે, ગુજરાત રાજ્ય, અમદાવાદ), પોલીસ અધિક્ષક શ્રી અભય સોની (પશ્ચિમ રેલ્વે, વડોદરા) અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી જી. એસ. બારીયા (પ.રે. વડોદરા વિભાગ) દ્વારા રેલ્વે ટ્રેનો તથા સ્ટેશનો પર થતા ચોરીના ગુનાઓમાં ગુમ થયેલ મુદ્દામાલ શોધી કાઢવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


આ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એચ.ડી. વ્યાસના સીધા માર્ગદર્શન હેઠળ આણંદ રેલ્વે પોલીસ સ્ટેશનની ટીમે નોંધાયેલ ગુનાઓમાં ચોરી થયેલ સામાન શોધી કાઢ્યો હતો.


જેમાં પાર્ટ A ગુ.ર. નં. 0008/2007 (IPC કલમ 379) મુજબના ગુનામાં ચોરી થયેલ રજવાડી ડિઝાઇનનો ચાંદી પર સોનાનો ઢોળ ચડાવેલ નેકલેસ તેમજ કાનની બે જુમ્મર બુટ્ટી અને પાર્ટ A ગુ.ર. નં. 023/2016 (IPC કલમ 379) મુજબના ગુનામાં ચોરી થયેલ હિશેલ કંપનીનો કી-પેડ મોબાઇલ ફોન કબ્જે કરવામાં આવ્યો હતો.


બાદમાં કેસ નામદાર કોર્ટમાં ચાલતા નામદાર કોર્ટ દ્વારા મુદ્દામાલ ફરીયાદીઓને પરત કરવાનો હુકમ કરવામાં આવતા આણંદ રેલ્વે પોલીસે ફરીયાદીઓનો સંપર્ક કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત તેઓને તેમનો કિંમતી સામાન પરત સોંપ્યો હતો.


આ કામગીરીને કારણે આણંદ રેલ્વે પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે.

Advertisement