જો ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે, તો પછી ગુજરાતમાં લાખો લોકો નશાના બંધાણી કેવી રીતે?

જો ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે, તો પછી ગુજરાતમાં લાખો લોકો નશાના બંધાણી કેવી રીતે?

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે!

એવું હું નથી કહેતી… આપણી સિસ્ટમ કહે છે.

પણ હવે એક સવાલ છે…

જો ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે, તો પછી ગુજરાતમાં લાખો લોકો નશાના બંધાણી કેવી રીતે?

એક તરફ સિસ્ટમ કહે છે કે ગુજરાતમાં દારૂનું વેચાણ અને સેવન કાયદેસર રીતે પ્રતિબંધિત છે…

અને બીજી તરફ એ જ સિસ્ટમના આંકડાઓ ચોંકાવનારી હકીકત સામે લાવે છે!

એક અંદાજ મુજબ ગુજરાતમાં 70 લાખ લોકો એવા છે, જે ક્યારેક ને ક્યારેક દારૂનું સેવન કરે છે.

અને એમાંથી આશરે 40 લાખ લોકો દારૂ સહિત ચરસ, ગાંજો, અફીણ અને સિંથેટિક ડ્રગ્સ જેવા નશાના નિયમિત બંધાણી હોવાનું સામે આવે છે.

આટલું જ નહીં…

ગુજરાતમાં 2 લાખથી વધુ મહિલાઓ પણ અલગ-અલગ પ્રકારના નશાની લતમાં હોવાનું કહેવાય છે.

હવે સવાલ એ છે કે…

વાંક કોનો?

સિસ્ટમનો?

સરકારનો?

કે પછી એવા સત્તાધિકારીઓનો, જે નશાનું વેચાણ અટકાવવાને બદલે એને ખુલ્લેઆમ ફેલાવાની જગ્યા આપે છે?

કારણ કે હકીકત તો આપણે બધા જાણીએ છીએ…

ગુજરાતમાં દારૂબંધી કાગળ પર છે… પણ દારૂ જમીન પર છે!

અને વાત માત્ર દારૂની પણ નથી…

કારણ કે જે દારૂ વેચાય છે, તેમાં પણ નકલી દારૂનું ઝેર ભળેલું હોય છે.

અને નકલી દારૂનું પરિણામ શું આવે છે…

એ આપણે અનેક વખત જોઈ ચૂક્યા છીએ—

કોઈની આંખો જાય છે, કોઈનું શરીર બરબાદ થાય છે અને કોઈનો જીવ જતો રહે છે.

જવાબદાર ભલે કોઈ પણ હોય…

પણ ગુજરાતમાં નશાખોરીના આ આંકડા ચોક્કસપણે ખતરાની ઘંટી છે! 🚨

તો સવાલ માત્ર એટલો છે…

શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે?

કે પછી દારૂબંધી માત્ર કાયદાના પુસ્તકો સુધી જ સીમિત રહી ગઈ છે?

ગાંધીના ગુજરાતમાં વધી રહેલી નશાખોરી વિશે તમારું શું કહેવું છે?

કોમેન્ટ સેક્શનમાં તમારો મત જરૂર જણાવજો.