16 વર્ષથી બંધ રેલવે લાઇન... કરોડો રૂપિયાના બજેટ... છતાં ટ્રેનના પૈડાં હજુ પણ અટકેલા!

16 વર્ષથી બંધ રેલવે લાઇન... કરોડો રૂપિયાના બજેટ... છતાં ટ્રેનના પૈડાં હજુ પણ અટકેલા!

16 વર્ષથી બંધ રેલવે લાઇન... કરોડો રૂપિયાના બજેટ... છતાં ટ્રેનના પૈડાં હજુ પણ અટકેલા!

નડિયાદ, પેટલાદ અને ભાદરણ વચ્ચેની અંદાજે 58 કિલોમીટર લાંબી નેરોગેજ રેલવે લાઇન, જે ક્યારેક આસપાસના 15થી વધુ ગામોની લાઇફલાઇન હતી, આજે વર્ષોથી બંધ હાલતમાં પડી છે.

ગાયકવાડના શાસન દરમિયાન નાખવામાં આવેલી આ લાઇન પર એક સમયે મીની ટ્રેન દોડતી હતી. વેપાર, રોજગાર અને રોજિંદા અવરજવર માટે હજારો લોકો માટે આ ટ્રેક આશીર્વાદ સમાન હતો.

પરંતુ વર્ષ 2009 બાદ આ લાઇનને બ્રોડગેજમાં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

તે સમયે 256 કરોડ 94 લાખ રૂપિયાનું બજેટ મંજૂર થયું... પરંતુ કામગીરી કાગળ પર જ અટવાઈ રહી!

કોરોના બાદ ફરી કામને વેગ આપવા માટે 537 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા. પરંતુ ચાર વર્ષમાં માત્ર 32 ટકા કામગીરી પૂર્ણ થઈ શકી.

અને હવે વિલંબની કિંમત જનતાએ ચૂકવવી પડી રહી છે!

મોંઘવારી અને વધેલા ખર્ચને કારણે હવે આ પ્રોજેક્ટનું બજેટ વધારીને સીધું 769 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.

એટલે કે...

સમયસર કામ થયું હોત તો 256 કરોડમાં થનારો પ્રોજેક્ટ... આજે 769 કરોડ સુધી પહોંચી ગયો!

નડિયાદથી પેટલાદ રૂટ માટે હવે 462 કરોડ રૂપિયા, જ્યારે પેટલાદથી ભાદરણ રૂટ માટે 307 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

સ્થાનિકોનો આરોપ છે કે તંત્રની ધીમી ગતિ અને બેદરકારીના કારણે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વધારાના ખર્ચાઈ રહ્યા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે...

769 કરોડ મંજૂર થયા બાદ પણ શું આ રેલવે લાઇનને ફરી ટ્રેનના પૈડાં જોવા મળશે?

કે પછી ગાયકવાડના સમયમાં શરૂ થયેલી આ ઐતિહાસિક રેલવે લાઇન... હજુ કેટલાય વર્ષો સુધી માત્ર વચનો અને બજેટની ફાઇલોમાં જ દોડતી રહેશે?

🚆 જનતાની માંગ એક જ છે — હવે બજેટ નહીં... ટ્રેન દોડતી જોવા જોઈએ!