એક કાર્યક્રમ... મહિલા કર્મચારીઓનો વિરોધ... અને બંધ કરવો પડ્યો પેરિસનો એફિલ ટાવર!
પેરિસમાં BAPSના એક કાર્યક્રમ દરમિયાન કથિત રીતે સાધુઓના નિયમોને ધ્યાનમાં રાખીને મહિલા કર્મચારીઓને તેમના કામથી દૂર ખસેડવામાં આવ્યા હતા.
ફ્રાન્સ જેવા દેશમાં, જ્યાં સમાનતા અને મહિલાઓના અધિકારોને વિશેષ મહત્વ આપવામાં આવે છે, ત્યાં આ ઘટનાને લઈને ભારે વિરોધ થયો.
મહિલા કર્મચારીઓએ ભેદભાવનો આરોપ લગાવી કામકાજ બંધ કરી હડતાલ શરૂ કરી દીધી. વિરોધની અસર એટલી મોટી થઈ કે પેરિસની ઓળખ ગણાતા એફિલ ટાવરને પણ પ્રવાસીઓ માટે બંધ કરવાની નોબત આવી ગઈ.
વિવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચતા આખરે BAPS સંસ્થાએ માફી માગી.
એક કાર્યક્રમથી શરૂ થયેલો વિવાદ... પેરિસના સૌથી મોટા આકર્ષણ સુધી પહોંચી ગયો!