જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારાવનારા લોકો માટે મોટા સમાચાર છે.

જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારાવનારા લોકો માટે મોટા સમાચાર છે.

જન્મ-મરણના પ્રમાણપત્રમાં નામ સુધારાવનારા લોકો માટે મોટા સમાચાર છે.

હવે નામ, અટક કે માતા-પિતાના નામમાં સુધારા કરાવવા માટેના નિયમોમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે.


રાજ્યના મુખ્ય રજિસ્ટ્રાર, જન્મ-મરણ દ્વારા 2 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં રજિસ્ટ્રાર અને સબ-રજિસ્ટ્રાર કઈ પરિસ્થિતિમાં કયા પ્રકારના સુધારા કરી શકશે તે અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.


સૌથી પહેલા વાત કરીએ બાળકના જન્મ પ્રમાણપત્રની.


હવે બાળકના નામમાં પિતાનું નામ ‘Middle Name’ તરીકે રાખવું ફરજિયાત નહીં રહે. એટલે કે પિતાનું નામ મિડલ નેમ તરીકે રાખવું કે નહીં, તે હવે વૈકલ્પિક રહેશે.


જો બાળકના જન્મના દાખલામાં પિતાનું નામ હટાવીને માત્ર માતાનું નામ દાખલ કરાવવું હોય, અને માતા-પિતા બંને બાળક સાથે રહેતા હોય, તો પિતાની લેખિત સંમતિના આધારે જરૂરી સુધારો કરી શકાશે.


જ્યારે માતા-પિતા વચ્ચે છૂટાછેડા થઈ ગયા હોય અને બાળકની કસ્ટડી માતા પાસે હોય, ત્યારે કોર્ટના હુકમના આધારે બાળકના જન્મ પ્રમાણપત્રમાં માતાનું નામ અને અટક રાખીને સુધારો કરી શકાશે.


હવે વાત કરીએ નામ અને અટકમાં સુધારાની.


બાળકનું નામ સુધારવાનું હોય અથવા પિતા અને બાળકની અટક અલગ હોય, તો જરૂરી આધાર-પુરાવાના આધારે સુધારો કરી શકાશે. આ માટે સરકારી ગેઝેટ અને સુધારેલા નામવાળા સરકારી ફોટો ID પ્રૂફ, જેમ કે આધારકાર્ડ અથવા PAN કાર્ડ, જેવા દસ્તાવેજોનો આધાર લઈ શકાય છે.


આ જ રીતે મરણના પ્રમાણપત્રમાં પણ મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે.


મૃતકના નામની પાછળ પિતા કે પતિનું નામ લખવામાં આવે ત્યારે તેને Middle Name તરીકે રાખવું ફરજિયાત નહીં રહે. ઉપલબ્ધ દસ્તાવેજો અને સંબંધિત વ્યક્તિની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નામની રચના કરી શકાશે.


અને સૌથી મહત્વની વાત...


આ પ્રકારના સુધારા માટે દરેક કિસ્સામાં સોગંદનામું કરાવવું જરૂરી નથી. જરૂરી પ્રમાણિત અને આધારભૂત દસ્તાવેજો રજૂ કરવામાં આવે તો નિયમ મુજબ રજિસ્ટ્રાર અથવા સબ-રજિસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવાની રહેશે.


એટલે હવે જન્મ કે મરણના પ્રમાણપત્રમાં નામ, અટક અથવા માતા-પિતાના નામને લઈને સુધારો કરાવવાનો હોય તો નવી એડવાઈઝરી તમારા માટે ખૂબ મહત્વની છે.


નામમાં સુધારો કરાવતા પહેલા કયા દસ્તાવેજો જરૂરી છે અને કયા કિસ્સામાં કોની સંમતિ જરૂરી છે—તે ચોક્કસ જાણી લેવું ખૂબ જરૂરી છે.