આણંદ બ્રેકિંગ | ખાદ્ય એકમો સામે મનપાની કાર્યવાહી

આણંદ બ્રેકિંગ | ખાદ્ય એકમો સામે મનપાની કાર્યવાહી

આણંદ બ્રેકિંગ | ખાદ્ય એકમો સામે મનપાની કાર્યવાહી

આણંદમાં ખાદ્ય સુરક્ષાને લઈને મનપાના આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ચાર જાણીતા ખાદ્ય એકમોમાં આકસ્મિક તપાસ કરતાં સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા હતા.

તપાસ દરમિયાન કભી બી બેકરીમાં કેક અને પેસ્ટ્રીઝ પર મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ દર્શાવવામાં આવી નહોતી. જ્યારે સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણના રસોડામાં સ્વચ્છતાનો અભાવ ઉપરાંત વાનગી બનાવતા કર્મચારીઓ પાસે ગ્લોવ્ઝ અને હેલ્થ સર્ટિફિકેટનો અભાવ જોવા મળ્યો હતો.

આ ઉપરાંત ડાંગી ડમ્સ અને સિલ્વર ડ્રેગન ચાઈનીઝ સહિતના એકમોમાં પણ નિયમોના ભંગ સામે આવ્યા હતા.

આ કાર્યવાહી અંતર્ગત મનપાના આરોગ્ય વિભાગે ચારેય એકમો પાસેથી કુલ રૂ.50 હજારનો દંડ વસૂલ્યો છે. જેમાં સુખડિયા સ્વીટ એન્ડ ફરસાણમાંથી રૂ.25 હજાર, સિલ્વર ડ્રેગન ચાઈનીઝ અને કભી બી બેકરીમાંથી રૂ.10-10 હજાર, જ્યારે ડાંગી ડમ્સમાંથી રૂ.5 હજારનો દંડ વસૂલાયો છે.

પરંતુ અહીં સવાલ માત્ર દંડનો નથી...

ખાદ્ય પદાર્થો બનાવતા કર્મચારીઓના સ્વાસ્થ્યની તપાસ અને હેલ્થ સર્ટિફિકેટનું શું? નિયમ મુજબ કર્મચારીઓ પાસે હેલ્થ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, સાથે ખાદ્ય પદાર્થો બનાવતી વખતે સ્વચ્છતા અને જરૂરી સુરક્ષા સાધનોનો ઉપયોગ પણ જરૂરી છે.

જો જાણીતા ખાદ્ય એકમોમાં જ આવા નિયમભંગ સામે આવતા હોય, તો શહેરના અન્ય ખાદ્ય એકમોમાં મનપા કેટલું કડક ચેકિંગ કરે છે?

હવે જોવાનું એ રહેશે કે દંડની કાર્યવાહી બાદ આ એકમો ખરેખર નિયમોનું પાલન કરે છે કે પછી થોડા દિવસ બાદ ફરી એ જ સ્થિતિ જોવા મળશે?