જામનગર મહાનગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસે આખરે જાહેર કરી 64 ઉમેદવારોની યાદી

જામનગર મહાનગરપાલિકા ચૂંટણી: કોંગ્રેસે આખરે જાહેર કરી 64 ઉમેદવારોની યાદી

જામનગર: જામનગર મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટીએ આખરે પોતાના તમામ 64 ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. યાદી જાહેર થતા જ શહેરના રાજકીય માહોલમાં ચહલપહલ વધી ગઈ છે અને હવે ભાજપ સહિતના અન્ય પક્ષો સામે કોંગ્રેસ સીધી ટક્કર આપવા તૈયાર દેખાઈ રહી છે.


પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ ઉમેદવારોની પસંદગી દરમિયાન સામાજિક સમીકરણો, જાતિવાર પ્રતિનિધિત્વ તેમજ સ્થાનિક સ્તરે સક્રિય અને મજબૂત કાર્યકરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. કોંગ્રેસે વિવિધ વર્ગોને પ્રતિનિધિત્વ આપવા પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવાયું છે.


જાહેર કરાયેલી યાદીમાં મહિલાઓને પણ યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ ઓબીસી, લઘુમતી, દલિત અને અન્ય સમાજોના પ્રતિનિધિઓને ઉમેદવારી આપવામાં આવી છે, જેથી તમામ વર્ગોને પ્રતિનિધિત્વ મળી શકે.


ઉમેદવારોની જાહેરાત સાથે હવે કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચાર અભિયાનને વધુ તેજ બનાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અને બેઠકઓનું આયોજન કરવાની પણ તૈયારી ચાલી રહી છે.


જામનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષો વચ્ચે ત્રિપક્ષીય મુકાબલો જોવા મળી શકે તેવી રાજકીય ચર્ચાઓ શહેરમાં તેજ બની રહી છે. ચૂંટણીના પરિણામો શહેરના રાજકીય દિશાને અસર કરી શકે તેવી ચર્ચાઓ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.