આણંદ જિલ્લાના ખરેડા ગામ નજીક મહીસાગર નદીમાં રવિવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યાં નદીમાં નહાવા ગયેલા ચાર વિદ્યાર્થીઓમાંથી બે પાણીમાં ગરકાવ થતા મોત નીપજ્યાં હતા. ઘટના સમયે સ્થાનિક લોકો અને તરવૈયાઓ તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા અને ભારે જહેમત બાદ બે યુવાનોને સુરક્ષિત રીતે બહાર કાઢી બચાવી લેવાયા."
જોકે અન્ય બે વિદ્યાર્થીઓને બચાવી શકાયા નહોતા અને શોધખોળ બાદ તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ મૃતક બંને યુવાનો આણંદની વેટરનરી કોલેજમાં અભ્યાસ કરતા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.