આણંદ: શહેરમાં ટ્રાફિક અને કામગીરીના ભારણને જોતા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તા. ૦૬/૦૪/૨૦૨૬ થી ૧૧/૦૪/૨૦૨૬ સુધી આણંદ ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સાઈડ અને અમૂલ ડેરીથી ગણેશ ચોકડી તરફના બંને બાજુના સર્વિસ રોડ બંધ કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન ભારે અને મધ્યમ પ્રકારના વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
તમારા માટે વૈકલ્પિક માર્ગ (ડાયવર્ઝન રૂટ):
૧. ગણેશ ચોકડીથી અમૂલ ડેરી તરફ જવા માટે:
ગણેશ ચોકડી ➔ બોરસદ ચોકડી ➔ ઉમાભવન ➔ ઓવરબ્રીજ ➔ મહારાણા પ્રતાપ સર્કલ ➔ વ્યાયામશાળા ➔ જૂની સિવિલ કોર્ટ ➔ અમૂલ ડેરી.
૨. અમૂલ ડેરીથી ગણેશ ચોકડી તરફ જવા માટે:
અમૂલ ડેરી ➔ જૂની સિવિલ કોર્ટ ➔ વ્યાયામશાળા ➔ મહારાણા પ્રતાપ સર્કલ ➔ બ્રીજ ➔ જૂના સેવાસદન ત્રણ રસ્તા ➔ ગણેશ ચોકડી.