અમદાવાદમાં કરુણ ઘટના! વટવાના તળાવમાં ન્હાવા ગયેલા બે માસૂમ બાળકો ડૂબ્યા, આખી રાત ચાલેલી શોધખોળ બાદ મૃતદેહ મળ્યા.

અમદાવાદમાં કરુણ ઘટના! વટવાના તળાવમાં ન્હાવા ગયેલા બે માસૂમ બાળકો ડૂબ્યા, આખી રાત ચાલેલી શોધખોળ બાદ મૃતદેહ મળ્યા.

અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં ન્હાવા ગયેલા બે કિશોરોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. ગત સાંજથી ગુમ થયેલા બંને બાળકોને શોધવા માટે ફાયરબ્રિગેડ, પોલીસ અને રેસ્ક્યૂ ટીમે આખી રાત ઓપરેશન ચલાવ્યું હતું. સવારે બંનેના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

મૃતકોની ઓળખ 13 વર્ષીય અરમાન ઈસ્લામુદ્દીન અને મોહમ્મદ અલી યાદઅલી સૈયદ તરીકે થઈ છે. બંને વટવાના જિયા મસ્જિદ નજીકના રહેવાસી હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

વરસાદી મોસમ દરમિયાન તળાવ, નદી કે ડેમમાં ન્હાવા જવું જીવલેણ સાબિત થઈ શકે છે. સાવચેત રહો અને બાળકો પર ખાસ નજર રાખો.