Advertisement

અમદાવાદ જિલ્લામાં ભાજપે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ સંપૂર્ણ યાદી

અમદાવાદ જિલ્લામાં ભાજપે તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ સંપૂર્ણ યાદી


રાજ્યમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 10 એપ્રિલના રોજ ભાજપે બીજી યાદી જાહેર કરી હતી, જેમાં અમદાવાદ જિલ્લાના વિરમગામ અને ધોળકા નગરપાલિકા માટે કુલ 72 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ વિરમગામ, ધોલેરા, બાવળા, માંડલ, ધંધુકા, ધોળકા, દસક્રોઈ, દેત્રોજ અને સાણંદ તાલુકા પંચાયત માટે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.


આ પહેલાં ભાજપ દ્વારા સુરેન્દ્રનગર, અરવલ્લી, વડોદરા અને વાવ-થરાદ જિલ્લાની જિલ્લા પંચાયત, નગરપાલિકા તેમજ તાલુકા પંચાયત માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. સ્થાનિક સ્તરે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષ દ્વારા તબક્કાવાર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે.


આ યાદીમાં ખાસ ધ્યાન ખેંચનાર મુદ્દો એ રહ્યો કે ભાજપે અમદાવાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લઘુમતી સમુદાયને પણ પ્રતિનિધિત્વ આપ્યું છે. તાલુકા પંચાયત માટે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે. જેમાં સાણંદના વિરોચનનગર બેઠક પરથી સમસુદ્દીન પઠાણ, ધંધૂકાના બાજરડા બેઠક પરથી તૌફીક ઉમડીયા અને વિરમગામ તાલુકા પંચાયત માટે કયામુદ્દીન સિદાનીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


બીજી તરફ નગરપાલિકાની બેઠકોમાં પણ મુસ્લિમ ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે. કુલ ત્રણ નગરપાલિકામાં નવ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જેમાં વિરમગામમાં 2, ધોળકામાં 6 અને બારેજામાં 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જોવા મળી રહ્યું છે.


https://x.com/BJP4Gujarat/status/2042346396507128154?s=20


https://x.com/BJP4Gujarat/status/2042346399548014789?s=20


https://x.com/BJP4Gujarat/status/2042346402811171034?s=20

Advertisement