અલ નિનો કે લા નિના નહીં! ગુજરાતમાં ધોધમાર વરસાદ પાછળનું સાચું કારણ આવ્યું સામે.

અલ નિનો કે લા નિના નહીં! ગુજરાતમાં ધોધમાર વરસાદ પાછળનું સાચું કારણ આવ્યું સામે.

ગુજરાતમાં ચોમાસાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં અનેક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. ચીખલી, ધોળકા, ખેરગામ, ઉમરપાડા અને ઉમરગામ જેવા વિસ્તારોમાં માત્ર થોડા કલાકોમાં 400 મિ.મી. સુધી વરસાદ વરસતાં નદીઓ છલકાઈ, રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ભારે વરસાદ પાછળ માત્ર અલ નીનો કે લા નીના જવાબદાર નથી. પેસિફિક ડેકાડલ ઓસિલેશન (PDO) નામની લાંબા ગાળાની હવામાન પ્રણાલી હાલ તેના નકારાત્મક તબક્કામાં હોવાથી ભારત તરફ ભેજયુક્ત પવનોનો પ્રવાહ મજબૂત બન્યો છે, જેના કારણે ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ વખતે PDOની અસર એટલી પ્રબળ રહી કે તેણે અલ નીનોની અસરને પણ પાછળ છોડી દીધી. આ કારણે અગાઉ કરાયેલી દુષ્કાળની કેટલીક આગાહીઓ ખોટી સાબિત થઈ. હવામાન વિભાગના મતે આગામી દિવસોમાં પણ સક્રિય ચોમાસું યથાવત રહી શકે છે, તેથી ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિને લઈને સાવચેતી રાખવાની જરૂર છે.