લોકગાયિકા કિંજલ રબારીનું અપહરણ થયું હોવાની અફવાએ સોશિયલ મીડિયા પર ભારે ચકચાર મચાવી હતી… પરંતુ હવે આ સમગ્ર મામલે ખુદ કિંજલ રબારીનો એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે! અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા CBD મોલ પાસેથી કાળા રંગની કારમાં કિંજલ રબારીનું અપહરણ થયું હોવાના મેસેજ અને અફવાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા હતા. પરંતુ હવે કિંજલ રબારીએ વીડિયો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે, તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેના અપહરણની વાત સંપૂર્ણપણે ખોટી છે. કિંજલ રબારીએ પોતાના ફેન્સ અને ચાહકોને પણ અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ખોટા મેસેજ અને અફવાઓ પર વિશ્વાસ ન કરે. બીજી તરફ ચાંદખેડા પોલીસે પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા બાદ અપહરણનો દાવો પાયાવિહોણો હોવાનું સામે આવ્યું છે. હવે ખોટી માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર તત્વો સામે પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
⚠️ તો એક વાત સ્પષ્ટ છે… કિંજલ રબારી સુરક્ષિત છે, અપહરણની ઘટના બની નથી અને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી વાત માત્ર અફવા સાબિત થઈ છે!