આણંદ જિલ્લામાં વાહનોની ખરીદી-વેચાણ અને ભાડાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા હુકમ મુજબ હવે સાયકલથી લઈને ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અને ઇલેક્ટ્રિક વાહનો સુધીની લે-વેચ કે ભાડે આપવાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ અને બ્રોકરોએ ફરજિયાત રીતે નિર્ધારિત ફોર્મેટમાં રજિસ્ટર જાળવવું પડશે. વાહન ખરીદનાર અથવા ભાડે લેનાર વ્યક્તિની ઓળખ સંબંધિત પૂરતા પુરાવા લેવા ઉપરાંત, ગ્રાહકનું નામ, સરનામું, મોબાઈલ નંબર તેમજ વાહનની સંપૂર્ણ વિગતો રજિસ્ટરમાં નોંધવાની રહેશે. જેમાં વાહનનો પ્રકાર, રજિસ્ટ્રેશન નંબર, એન્જિન નંબર અને ચેસિસ નંબર સહિત વાહન ક્યારે કબજામાં લેવામાં આવ્યું કે સોંપવામાં આવ્યું તેની તારીખ અને સમયની વિગતો પણ નોંધવી ફરજિયાત રહેશે. સોદો પૂર્ણ થયા બાદ ગ્રાહક અને વેપારી અથવા બ્રોકરની સહી પણ લેવાની રહેશે. આ ઉપરાંત, વેપારીઓ પાસે વાહનો પાર્ક કરવા માટે પૂરતી અને નિશ્ચિત જગ્યા હોવી જરૂરી છે. વાહનોને જાહેર રસ્તા કે સરકારી જગ્યાઓ પર વેપારી હેતુસર પાર્ક કરવાથી જાહેરનામાનો ભંગ ગણાશે. ⚠️ આ હુકમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને આગામી 4 માર્ચ, 2027 સુધી સમગ્ર આણંદ જિલ્લામાં લાગુ રહેશે. નિયમોનું પાલન નહીં કરનાર વેપારીઓ અને બ્રોકરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 🚗 એટલે આણંદ જિલ્લાના વાહન વેપારીઓ માટે હવે વ્યવસાય સાથે નિયમોનું કડક પાલન પણ એટલું જ જરૂરી બન્યું છે!
આણંદ જિલ્લામાં વાહનોની ખરીદી-વેચાણ અને ભાડાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે.