ભારતીય જનતા પાર્ટી આણંદ જિલ્લા દ્વારા જિલ્લા પ્રમુખ સંજયભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી વર્ષાબેન દોશી સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ જિલ્લા મીડિયા વિભાગના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સંગઠનને વધુ મજબૂત બનાવવા અને મીડિયા ક્ષેત્રે પક્ષની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. નવી નિમણૂકો દ્વારા પાર્ટીનો સંદેશ જનતા સુધી ઝડપી અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે.
આણંદ ભાજપમાં સંગઠન મજબૂત કરવા મીડિયા વિભાગના હોદ્દેદારોની જાહેરાત