વનકર્મી પર હુમલાના કેસમાં 7 વર્ષની સજા ભોગવી રહેલા ચૈતર વસાવાએ હવે હાઇકોર્ટમાં અરજી કરી છે, જેની સુનાવણી 5 ઓગસ્ટે હાથ ધરાશે. વર્ષ 2023ના આ કેસમાં નર્મદા જિલ્લા કોર્ટે ફોરેસ્ટ ઓફિસર પર હુમલો અને હવામાં ફાયરિંગના ગુનામાં ચૈતર વસાવા સહિત 9 લોકોને દોષિત ઠેરવી સાત વર્ષની સજા ફટકારી હતી. હવે સજા પર સ્ટે મેળવવા માટે ચૈતર વસાવાએ હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે.
7 વર્ષની સજા સામે ચૈતર વસાવા હાઇકોર્ટ પહોંચ્યા, 5 ઓગસ્ટે સુનાવણી