15 સપ્ટેમ્બર પછી તમારો QR કોડ બંધ થઈ શકે છે?

15 સપ્ટેમ્બર પછી તમારો QR કોડ બંધ થઈ શકે છે?

15 સપ્ટેમ્બર પછી તમારો QR કોડ બંધ થઈ શકે છે!

અને આ સમાચાર ખાસ કરીને નાના વેપારીઓ અને દુકાનદારો માટે ખૂબ જ મહત્વના છે.


RBIના નિયમોને લઈને QR કોડ દ્વારા ડિજિટલ પેમેન્ટ સ્વીકારતા વેપારીઓમાં ચિંતા જોવા મળી રહી છે. કારણ કે QR કોડ માટે સમયસર Re-KYC કરાવવી જરૂરી છે.


જો તમે હજુ સુધી તમારા QR કોડની Re-KYC પૂર્ણ નથી કરાવી, તો હવે મોડું ન કરતાં તરત જ પ્રક્રિયા પૂર્ણ કરાવી લો.


15 સપ્ટેમ્બર Re-KYC માટે મહત્વની ડેડલાઇન માનવામાં આવી રહી છે. સમયમર્યાદા સુધી જરૂરી પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો QR કોડ દ્વારા પેમેન્ટ સ્વીકારવામાં અડચણ ઊભી થઈ શકે છે.


એટલે કે, ગ્રાહક QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવા આવે અને પેમેન્ટ જ ન થઈ શકે... તો સીધી અસર વેપાર પર પડી શકે છે!


હાલમાં એવા પણ અહેવાલો સામે આવ્યા છે કે ઘણા નાના વેપારીઓએ હજુ સુધી તેમની QR કોડ સંબંધિત Re-KYC પ્રક્રિયા પૂર્ણ કરી નથી.


તો જો તમે પણ દુકાનદાર છો, નાના વેપારી છો અથવા તમારા વ્યવસાયમાં QR કોડ દ્વારા ઓનલાઈન પેમેન્ટ સ્વીકારો છો, તો એકવાર ચોક્કસ તપાસી લો કે તમારી Re-KYC પ્રક્રિયા પૂર્ણ થઈ છે કે નહીં.


⚠️ છેલ્લી ઘડીએ દોડધામ કરતાં પહેલાં, 15 સપ્ટેમ્બર પહેલાં જ Re-KYC પૂર્ણ કરાવી લો... કારણ કે QR કોડ બંધ થયો તો ડિજિટલ પેમેન્ટનો ધંધો પણ અટકી શકે છે!