આણંદ શહેરના વોર્ડ નં. ૯માં સ્થાનિક રાજકારણ ફરી એકવાર ગરમાયું છે અને ભાજપ પક્ષ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધતો જોવા મળી રહ્યો છે. ભાજપાના ઉમેદવારો દ્વારા ઘર-ઘર જઈને કરવામાં આવતા પ્રચાર, વિકાસના મુદ્દાઓ પર આપાતી ખાતરીઓ અને કાર્યકરોની સક્રિયતા કારણે મતદારોમાં સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલા વિકાસ કાર્યો અને સુવિધાઓના આધારે લોકો ફરી એકવાર કમળના નિશાન પર વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. વિસ્તારમાં યુવા મતદારો સાથે સાથે વરિષ્ઠ નાગરિકોમાં પણ ભાજપને લઈને સકારાત્મક વાતાવરણ ઉભું થયું છે, જેના પરિણામે વોર્ડ નં. ૯માં ફરી એકવાર કમળ ખીલવાની શક્યતા મજબૂત બની રહી છે.
વોર્ડ ૯માં ફરી એકવાર કમળ ખીલશે – ભાજપ પર વિશ્વાસ વધ્યો