વડોદરાની હોટલમાં રોકાયા હતા શંકાસ્પદ આતંકીઓ? ATSની તપાસમાં મોટો ખુલાસો

વડોદરાની હોટલમાં રોકાયા હતા શંકાસ્પદ આતંકીઓ? ATSની તપાસમાં મોટો ખુલાસો

વડોદરાથી જૈશ-એ-મોહમ્મદ કનેક્શનની તપાસ, ATSને મળ્યા મહત્વના તાર

ગુજરાત ATSની આતંકવાદ વિરોધી તપાસ દરમિયાન વડોદરાથી મહત્વના તાર સામે આવ્યા છે. અગાઉ બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાંથી ઝડપાયેલા 13 શંકાસ્પદ આરોપીઓની પૂછપરછ દરમિયાન તપાસનો દોર વડોદરા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે.

તપાસ મુજબ, શંકાસ્પદ આરોપી અહમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ઘઘા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એક હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાની માહિતી મળી છે. આ આધારે ATSની ટીમ આરોપીને સાથે રાખીને સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં વડોદરા રેલવે સ્ટેશન નજીક એક કાશ્મીરી શંકાસ્પદ વ્યક્તિ સાથે ગુપ્ત બેઠક યોજાઈ હોવાની માહિતી પણ સામે આવી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ, આ બેઠકમાં કથિત રીતે નવા લોકોને સંગઠન સાથે જોડવા અને કટ્ટરપંથી વિચારધારાનો પ્રચાર કરવા અંગે ચર્ચા થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તપાસ દરમિયાન સોશિયલ મીડિયા મારફતે કટ્ટરપંથી સાહિત્ય અને વીડિયો શેર કરવામાં આવતા હોવાની માહિતી પણ મળી છે. જોકે, સંબંધિત હોટલના સંચાલકે પોલીસ સમક્ષ જણાવ્યું છે કે તેઓ આ શંકાસ્પદ વ્યક્તિઓને ઓળખતા નથી. હાલ ATS સમગ્ર મામલે વધુ પુરાવા એકત્ર કરી તપાસ આગળ વધારી રહી છે.