Advertisement

ઉમરેઠના સ્વ. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સહિત આગેવાનોની હાજરી, અર્પી શ્રદ્ધાંજલિ

ઉમરેઠના સ્વ. ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સહિત આગેવાનોની હાજરી, અર્પી શ્રદ્ધાંજલિ

ઉમરેઠના સ્વર્ગસ્થ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પ્રાર્થના સભા શ્રદ્ધાભેર યોજાઈ હતી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ, ભાજપના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગામજનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ ગોવિંદભાઈ પરમારને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી.


કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી, સંજયસિંહ મહિડા તેમજ રાજ્યકક્ષા મંત્રી કમલેશ પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો પ્રાર્થના સભામાં પહોંચ્યા હતા. આગેવાનો દ્વારા સ્વ. ગોવિંદભાઈ પરમારના જાહેર જીવન, સમાજસેવા અને રાજકીય ક્ષેત્રમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.


પ્રાર્થના સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામજનો ઉપસ્થિત રહી ગોવિંદભાઈ પરમારને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સમગ્ર વાતાવરણ શોકમય બન્યું હતું અને ઉપસ્થિત સૌએ તેમના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

Advertisement