Advertisement

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપે બનાવ્યાં નવા નિયમો, ઘણા દિગ્ગજોના પત્તા કપાવાની શક્યતા

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં ભાજપે બનાવ્યાં નવા નિયમો, ઘણા દિગ્ગજોના પત્તા કપાવાની શક્યતા

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) સક્રિય બની છે. આ વખતે ઉમેદવારોની પસંદગી માટે પક્ષ દ્વારા નવી માર્ગદર્શિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે ઘણા જૂના નેતાઓને ટિકિટ ન મળવાની શક્યતા છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર, 60 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને ટિકિટ નહીં આપવામાં આવે. ઉપરાંત સતત ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડનાર અથવા જીતનાર આગેવાનોને પણ આ વખતે આરામ આપવામાં આવી શકે છે. પક્ષ એન્ટી-ઈન્કમ્બન્સી ઘટાડવા અને નવા યુવા ચહેરાઓને તક આપવા માટે ‘નો-રિપીટ’ થિયરી લાગુ કરવાની તૈયારીમાં છે.


ભાજપે ઉમેદવારી માટે ઓછામાં ઓછી 9 વર્ષથી પક્ષમાં સક્રિય સભ્ય હોવાની શરત પણ રાખી છે. સાથે જ સંગઠનમાં પ્રમુખ અથવા મહામંત્રી જેવા મહત્વના હોદ્દા પર રહેલા નેતાઓને કોર્પોરેશન ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં નહીં આવે. આ નિયમો લાગુ પડશે તો ઘણા જૂના કાઉન્સિલરો અને નેતાઓના પત્તા કપાવાની શક્યતા છે.

Advertisement