ગો.જો.શારદા મંદિર વિદ્યાનગર ખાતે આણંદ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘનો 15મો શૈક્ષણિક સેમિનાર યોજાયો. આ સેમિનારમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. તેનો મુખ્ય હેતુ શિક્ષણ ક્ષેત્રે ઊભા થતા પડતર પ્રશ્નો, વહીવટી મુશ્કેલીઓ અને શિક્ષકોને આવતી વ્યવહારુ અડચણો અંગે ચર્ચા કરી નિરાકરણ શોધવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ શિક્ષણની ગુણવત્તા સુધારવા, નવા શૈક્ષણિક અભિગમ અપનાવવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકોની ભૂમિકા વધુ અસરકારક બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું. શૈક્ષણિક નીતિમાં થતા નવા ફેરફારો વિશે પણ શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા અને તેમને સંગઠિત રહેવા અપીલ કરાઈ.
સેમિનારમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે એકતા, સહકાર અને સંવાદની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો. શિક્ષકોના હિત માટે સંઘ સક્રિય રીતે કાર્યરત રહેશે તેવી પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરવામાં આવી.