રક્ષાબંધન 2026: આ વખતે ખાસ રહેશે પર્વ

રક્ષાબંધન 2026: આ વખતે ખાસ રહેશે પર્વ

રક્ષાબંધન 2026: આ વખતે ખાસ રહેશે પર્વ

આ વર્ષે 28 ઓગસ્ટે રક્ષાબંધન ઉજવાશે અને ખાસ વાત એ છે કે સૂર્યોદય પહેલાં જ ભદ્રા સમાપ્ત થઈ જશે, જેના કારણે આખો દિવસ રાખડી બાંધવા માટે શુભ માનવામાં આવી રહ્યો છે.

આ દિવસે આંશિક ચંદ્રગ્રહણ પણ થશે, પરંતુ ભારતમાં ચંદ્ર ક્ષિતિજની નીચે હોવાથી ગ્રહણ દેખાશે નહીં. તેથી ભારતમાં સૂતક કાળ પણ માન્ય રહેશે નહીં.

રક્ષાબંધનના દિવસે ત્રિપુષ્કર, સુકર્મા, બુધાદિત્ય, હંસ રાજયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ યોગનો સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષાચાર્યોના મતે, આ દિવસે માત્ર રાખડી જ નહીં, પરંતુ કંકુ, અક્ષત, ચંદન અને સરસવથી રક્ષાપોટલીનું પૂજન કરી રક્ષાતંતુ બાંધવાની પણ પરંપરા છે.

રક્ષાબંધન સાથે એક ઐતિહાસિક માન્યતા પણ જોડાયેલી છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણને ઈજા થતાં દ્રોપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેમના હાથ પર બાંધ્યો હતો, જેના બદલામાં શ્રીકૃષ્ણે દ્રોપદીની રક્ષાનું વચન આપ્યું હતું.

આ ઉપરાંત મેવાડની રાણીએ હુમાયુને રાખડી મોકલી મદદ માગી હતી તેવી પણ ઐતિહાસિક કથા પ્રચલિત છે.

અને રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેનનો તહેવાર નહીં. આ દિવસે જનોઈ બદલવાની પરંપરા, જેને શ્રાવણી ઉપાકર્મ કહેવામાં આવે છે, તેનું પણ વિશેષ મહત્વ છે.

જનોઈના ત્રણ દોરા સત્વ, રજ અને તમ ગુણ, ત્રણ કાળ તેમજ દેવ ઋણ, ઋષિ ઋણ અને પિતૃ ઋણ જેવી જવાબદારીઓની યાદ અપાવે છે.

એટલે આ રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નહીં, પરંતુ સંબંધ, સંસ્કાર અને જવાબદારીનો પણ પવિત્ર પર્વ બનશે.