ભારતમાં ભારે વરસાદનું એલર્ટ! ક્યાં પડશે સૌથી વધુ વરસાદ?

ભારતમાં ભારે વરસાદનું એલર્ટ! ક્યાં પડશે સૌથી વધુ વરસાદ?

ભારતમાં ભારે વરસાદનું એલર્ટ! ક્યાં પડશે સૌથી વધુ વરસાદ?

દેશમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે, જેના કારણે અનેક રાજ્યોમાં વરસાદનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 27 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે પંજાબ, દિલ્હી અને પૂર્વ રાજસ્થાનમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

બીજી તરફ ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, મહારાષ્ટ્ર અને ગોવા સહિત દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

એટલે જો તમે આજે બહાર નીકળવાના હોવ તો છત્રી સાથે રાખજો… કારણ કે ચોમાસું ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયું છે! 🌧️