Advertisement

પેટલાદ કિન્નરોને જાનથી મારી નાખવાની ધમકી મળતા આણંદ પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ.

પેટલાદ કિન્નરોને જાનથી મારી નાખવાની ધમકી મળતા આણંદ પોલીસ અધિક્ષકને રજુઆત કરાઈ.

આણંદ જિલ્લામાં એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે જેમાં પેટલાદના કિન્નર અખાડા સમાજના સભ્યો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ મળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ અમદાવાદના કેટલાક કિન્નરો દ્વારા પેટલાદના કિન્નરોને ધમકી આપવામાં આવી હોવાનું જણાવાયું છે, સાથે જ ખોટી ફરિયાદો કરીને તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈને સમાજમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ન્યાય માટે અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે.

આ મામલે 1008 મહા મંડળેશ્વર કિન્નર અખાડા સમાજના અધ્યક્ષ સહિત અનેક સભ્યો આણંદ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે પોતાના પર થતા અત્યાચાર, ધમકીઓ અને અન્યાય અંગે વિગતવાર રજૂઆત કરી અને સુરક્ષા સાથે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમાજના સભ્યોને ન્યાય મળે અને આવી ઘટનાઓ પર કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠાવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ફરી ન બને.

Advertisement