આણંદ, શુક્રવાર - નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા -જીટોડીયા ખાતે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ક્રૃસ ઉપરનું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી હતી.
ફાધર જીમ્મી ડાભીએ આજના દિવસે ધર્મ બોધ આપતા જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે તેને સમજવાની જરૂર છે અને પ્રભુ ઈસુની માફક ક્રોસને ઊંચકવાની જરૂર છે. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ ઈસુનું વધસ્થંભ ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વહોરેલું મૃત્યુ છે.
ફાધર જીમી ડાભી એ વધુમાં જણાવ્યું કે શુભ શુક્રવાર આજના દિવસે જીવંત કૃસના માર્ગની ભક્તિ યોજવામાં આવી હતી, એમાં યુવા વર્ગે ખૂબ જ મહેનત કરીને એનું નિરૂપણ કર્યું અને લોકોને પ્રભુ ઈસુ જે વર્ષો પહેલા કૃસે જડાયા હતા એનો અનુભવ આપવાનો એમણે પ્રયત્ન કર્યો. આપણે પણ કૃસ નો અનુભવ જીવનમાં કરીએ. જ્યારે જ્યારે જીવનમાં ચઢાવ ઉતારામાં હોઈએ ત્યારે આ જ અનુભવ આપણને જીવનમાં આગળ લઈ જાય છે.
આજના શુભ શુક્રવારે પ્રભુ ઈસુએ જે પોતાની જાતનું બલિદાન આપીને આપણને મુક્તિ આપી એનું આ પર્વ ની યાદગીરી રૂપે આજના દિવસે ધર્મજનો ઉપવાસ રાખે છે, પ્રાર્થના કરે છે અને વધારેમાં વધારે પ્રાર્થના દ્વારા પ્રભુની નજીક રહેવા માટેનો પ્રયત્ન કરે છે.
આજે મોટી સંખ્યામાં લોકોએ આવીને પ્રભુ ઈસુની ભક્તિમાં ભાગ લઈને પ્રભુનો અનુભવ કર્યો છે અને એ જ રીતે મહાવ્યથા ની કથા અને પવિત્ર કૃસ ચુંબનની વિધિમાં પણ ભાગ લેશે.
ચાવડાપુરા ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને ગુડ ફ્રાઇડે નિમિત્તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમગ્ર માનવજાતને પાપ માંથી મુક્તિ આપવા માટે પોતાનું બલિદાન ક્રોસ ઉપર પોતાનો પ્રાણ છોડીને આપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાતને પ્રેમ અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોય તે પોતાના ક્રોસ ઉપરના મૃત્યુથી શીખવાડ્યું છે.
પ્રભુ ઈસુના છેલ્લા શબ્દો હતા કે હે પરમ પિતા તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી. પ્રભુ તમે તેમને માફ કરજો.
પ્રભુ ઈસુને વધસ્થંભ પણ જડવામાં આવ્યા તે પહેલા પ્રભુ ઈસુ પર અસહ્ય કોરડા નો માર મારવામાં આવ્યો હતો તેવી વેદના પણ પ્રભુ ઈસુએ સહન કરી હતી. ગુડ ફ્રાઇડે પ્રભુ ઈસુનો મૃત્યુ દિન...
ચાવડાપુરા ચર્ચ ખાતે શુભ શુક્રવારના દિને પ્રભુ ઈસુની વેદના દરમિયાનના ૧૪ સ્થાનો ઉપર ક્રૂસ ના માર્ગની જીવંત ભક્તિ કરવામાં આવી હતી.
આજના દિવસે સમગ્ર ખ્રિસ્તી સમાજ ઉપવાસ રાખે છે અને ચર્ચમાં પ્રાર્થનાઓ કરે છે.
આ પ્રસંગે ફાધર પ્રદીપ, ફાધર વિજય, સીસ્ટરો સહિત મોટી સંખ્યામાં ધર્મજનો ક્રૃસના માર્ગની ભક્તિમાં અને ધર્મબોધમાં જોડાયા હતા.