નેપાળમાં તબાહીનો કહેર! 🚨 1344ના જીવ ગયાં, 275 ભારતીયો લાપતા 😢

નેપાળમાં તબાહીનો કહેર! 🚨 1344ના જીવ ગયાં, 275 ભારતીયો લાપતા 😢

નેપાળમાં કુદરતની વિનાશલીલાએ ભયાનક તબાહી મચાવી છે અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં 1344 લોકો પોતાના જીવ ગુમાવી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે.

અનેક વિસ્તારોમાં કાટમાળ અને કીચડના ઢગલા વચ્ચે લોકો ફસાયેલા હોવાની આશંકા છે. તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. બચાવકર્મીઓ દિવસ-રાત મહેનત કરીને કાટમાળમાં ફસાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ મુશ્કેલ સમયમાં ભારત પણ મદદ માટે આગળ આવ્યું છે. ભારતમાંથી ગયેલી NDRFની ટીમ નેપાળમાં રાહત અને બચાવ કામગીરીમાં સતત જોડાયેલી છે. જોકે હજુ પણ ચિંતાજનક બાબત એ છે કે 275 ભારતીયો લાપતા હોવાનું સામે આવ્યું છે, જેને શોધવા માટે પણ પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.

જોકે ચીનના પૂર પ્રભાવિત વિસ્તારમાં કોઈ ભારતીય ન હોવાનું જણાવાયું છે. હાલ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત બચાવ અને રાહત કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

કાટમાળ અને કીચડ વચ્ચે હજુ પણ કોઈ જીવ બચ્યો હોવાની આશા સાથે રેસ્ક્યુ ટીમો અવિરત મહેનત કરી રહી છે... અને સમગ્ર વિશ્વની નજર હવે નેપાળમાં ચાલી રહેલી આ બચાવ કામગીરી પર ટકેલી છે.