નાપા રોહિત સમાજ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંબેડકર ચોક ખાતે બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પાણીની ટાંકીથી ગ્રામપંચાયત સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામના નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. ગ્રામપંચાયત ખાતે નાપા તડપદ અને નાપા વાંટાના સરપંચ તેમજ રોહિત સમાજના આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં રોહિત સમાજના યુવાનો, મહિલાઓ, વડીલો અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગ દરમિયાન બાબાસાહેબના વિચારો અને તેમની પ્રેરણાદાયક જીવનગાથા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, સાથે જ સમાજમાં સમાનતા અને શિક્ષણના મહત્ત્વનો સંદેશ આપવામાં આવ્યો હતો.