Advertisement

મેવાણીનો લલકાર: અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું! હાથમાં દારૂના અડ્ડાનું લિસ્ટ અને પોલીસને ખુલ્લી ચેતવણી!

મેવાણીનો લલકાર: અમદાવાદમાં પોલીસ સ્ટેશન ગજવ્યું! હાથમાં દારૂના અડ્ડાનું લિસ્ટ અને પોલીસને ખુલ્લી ચેતવણી!

અમદાવાદના પાલડી-આંબાવાડી વિસ્તારમાં આવેલી ત્રિકમલાલની ચાલી મામલે વિવાદ તેજ બન્યો છે. સ્થાનિક શ્રમિકોના આક્ષેપ મુજબ બિલ્ડરો દ્વારા મકાનો ખાલી કરાવવા માટે ભાડૂતી ગુંડાઓને લગાડવામાં આવ્યા છે અને છેલ્લા કેટલાક દિવસોથી શ્રમિકો, ખાસ કરીને મહિલાઓને ધમકીઓ તથા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. મહિલાઓએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં પોલીસ દ્વારા ફરિયાદ સ્વીકારવામાં આવી નથી એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ મુદ્દે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી શ્રમિક મહિલાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ ન નોંધવાના મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ચેતવણી આપી હતી કે જો ફરિયાદ દાખલ નહીં થાય તો પોલીસ કમિશ્નરના નિવાસસ્થાન બહાર ધરણાં કરવામાં આવશે. સાથે જ એલિસબ્રિજ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા હોવાનો આક્ષેપ કરી બુટલેગરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. કોચરબ ગામ અને માદલપુર સહિતના વિસ્તારોમાં ચાલતા અડ્ડાઓનું લિસ્ટ પોલીસને આપતાં મેવાણીએ જણાવ્યું હતું કે ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક પગલાં નહીં લેવાય તો પાલડી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવશે.

Advertisement