મેઘતાંડવ વચ્ચે મુંબઈ-પુણે રેલવે રૂટ પર ભારે ભૂસ્ખલન! રેલ વ્યવહારને મોટી અસર, 30 ટ્રેનો આગામી 7 દિવસ માટે રદ

મેઘતાંડવ વચ્ચે મુંબઈ-પુણે રેલવે રૂટ પર ભારે ભૂસ્ખલન! રેલ વ્યવહારને મોટી અસર, 30 ટ્રેનો આગામી 7 દિવસ માટે રદ

ભોર ઘાટમાં ભારે ભૂસ્ખલનને કારણે મુંબઈ-પુણે રેલ રૂટ પર ટ્રેન વ્યવહારને મોટી અસર પહોંચી છે. ત્રણેય રેલવે લાઈનો ક્ષતિગ્રસ્ત થતાં ડેક્કન ક્વીન અને ઈન્ટરસિટી સહિત કુલ 30 ટ્રેન સેવાઓ 17 જુલાઈ સુધી રદ કરવામાં આવી છે. રેલવે દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ ચાલુ છે, જ્યારે મુસાફરોની હાલાકી ઘટાડવા મુંબઈ-પુણે રૂટ પર દરરોજ 200 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે.