TET ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે ગુજરાતના શિક્ષકોમાં ભારે આક્રોશ! રાજ્યભરમાંથી હજારો શિક્ષકો ગાંધીનગર ઉમટી પડ્યા અને સરકાર સામે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું. વર્ષ 2010 પહેલાં નિયુક્ત શિક્ષકોને TETમાંથી મુક્તિ, જૂની પેન્શન યોજના સહિતની વિવિધ માંગણીઓ સાથે શિક્ષકોએ સરકારને ચીમકી આપી છે કે માંગણીઓ નહીં સ્વીકારાય તો લડત વધુ ઉગ્ર બનાવી દિલ્હી સુધી આંદોલન લઈ જવાશે.
ગાંધીનગરમાં શિક્ષકોનો હલ્લાબોલ! TET ફરજિયાત કરવાના નિર્ણય સામે રાજ્યભરના શિક્ષકો મેદાને, વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જોડાયા