Advertisement

માવઠું આવશે! અંબાલાલ પટેલે જાહેર કરી તારીખ, જાણો તમારા શહેરમાં વરસાદ પડશે કે નહીં?

માવઠું આવશે! અંબાલાલ પટેલે જાહેર કરી તારીખ, જાણો તમારા શહેરમાં વરસાદ પડશે કે નહીં?

રાજ્યના વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતવાસીઓ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો માહોલ જામી જાય છે. તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.


અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી સમયમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. 2 ફેબ્રુઆરી સુધી હવામાનમાં મોટો પલટો આવી શકે છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે તેવી આગાહી કરી હતી. જે આગાહી હવે સાચી પડી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેનું કારણ એ છે કે, ગુજરાતના અનેક વિસ્તારમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો કમોસમી વરસાદ પડી શકે છે તેવી સંભાવના અંબાલાલ પટેલે આપી છે.


કમોસમી વરસાદની શક્યતા


આજથી ગુજરાતના વાતાવરણમાં ફેરફાર થશે. જેમાં ઘણા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે. ભરૂચ, સુરત, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. બદલતા વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ કે છાંટા પડી શકે છે.


Advertisement