Advertisement

લોકશાહીના પર્વની ઉજવણી માટે તંત્રનો નિર્ણય: ઉમરેઠ વિધાનસભામાં ૨૩ એપ્રિલે રજા, દરેક મતદાર અચૂક મતદાન કરે

લોકશાહીના પર્વની ઉજવણી માટે તંત્રનો નિર્ણય: ઉમરેઠ વિધાનસભામાં ૨૩ એપ્રિલે રજા, દરેક મતદાર અચૂક મતદાન કરે

આણંદ: આણંદ જિલ્લામાં ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મત વિભાગની આગામી પેટા-ચૂંટણી માટે તા.૨૩/૦૪/૨૦૨૬, ગુરુવારના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તમામ મતદારો મતદાન કરી શકે તે માટે તંત્ર દ્વારા અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


 લોકશાહીના પર્વમાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં દરેક નાગરિક સહભાગી બને અને મતદારો પોતાના મતાધિકારનો પૂરતો ઉપયોગ કરી શકે તથા કોઈપણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે હેતુથી ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાનના દિવસે એટલે કે તા.૨૩/૦૪/૨૦૨૬, ગુરૂવારના રોજ જાહેર રજા રહેશે તેમ ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,આણંદ દ્વારા એક યાદીમાં જણાવાયું છે. 

Advertisement