કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર ની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનદારો પાસેથી બાકી વેરો ભરપાઈ કરવા માટે રિકવરી ટીમ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકા ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ નારાયણ એમ્પાયરમાં 3 દુકાનો રૂ.35,393/- નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકતો ધારકો પાસે થી રૂ.2,32,594 બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા બાકી વેરો ભરપાઈ ન કરનાર દુકાનદારોને તાકીદ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે બાકી વેરો ભરવામાં નહીં આવે તો આવા દુકાનદારો સામે નિયમોનોસારની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવવામાં આવ્યુ છે. મહાનગરપાલિકાની દુકાનદારો પાસેથી બાકી વેરો કરાવવાની આ ઝુંબેશ હાલ ચાલુ જ રહેશે તેમ વધુમાં જણાવ્યું છે