આણંદ: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના મુજબ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે.
આજે મહાનગરપાલિકાની ટીમ દ્વારા આણંદના મંગળપુરા વિસ્તારમાં 5 દુકાનો રૂ. 55,000 /- નો બાકી વેરો ન ભરવા બદલ અને લાંભવેલ રોડ વિસ્તારમાં 3 મકાન નો રૂ. 24,629 /- નો બાકી વેરો ભરપાઈ ન થવાના કારણે સીલ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહાનગર પાલિકા વિસ્તારના અન્ય મિલકતો ધારકો પાસે થી બાકી વેરાની રૂ.6,09,785/- વસૂલ કરવામાં આવ્યો છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જે મિલકત ધારકોનો મિલકત વેરો ભરવાનો બાકી છે, તેમણે આગામી 31મી માર્ચ 2026 સુધીમાં ભરી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જે મિલકત ધારકો 31 માર્ચ 2026 સુધીમાં મિલકત વેરો જમા નહીં કરાવે તેઓની સામે કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.