“ખેતરમાં ખેતી નહીં… ચાલી રહ્યો હતો પત્તાનો ખેલ! LCB ત્રાટકતા ચાર ઝડપાયા, બે ફરાર!”

“ખેતરમાં ખેતી નહીં… ચાલી રહ્યો હતો પત્તાનો ખેલ! LCB ત્રાટકતા ચાર ઝડપાયા, બે ફરાર!”

આણંદ LCBએ આંકલાવ પોલીસ સ્ટેશન હદમાં આવેલા આસોદર ચોકડી નજીક ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો છે.

LCBને અહીં પત્તા-પાનાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ટીમે દરોડો પાડતા જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા, જ્યારે પોલીસને જોઈને અન્ય બે શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

પકડાયેલા આરોપીઓમાં કુલદિપસિંહ રાઠોડ, નરેશભાઈ ઠાકોર, રવીકુમાર વાળંદ અને સંજયભાઈ રાઠોડનો સમાવેશ થાય છે.

જ્યારે ફરાર આરોપીઓ તરીકે પ્રવીણસિંહ ઉર્ફે તેતરો ઉર્ફે ટીકો પરમાર અને ગજેન્દ્રસિંહ ઉર્ફે ગજો રાજના નામ સામે આવ્યા છે.

પોલીસે સ્થળ પરથી રૂ.21,500ની રોકડ રકમ તેમજ પત્તા-પાના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સમગ્ર મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હવે પોલીસની નજર ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવા પર છે.

ખુલ્લા ખેતરમાં ચાલી રહેલા આ જુગારધામનો પર્દાફાશ તો થયો, પરંતુ સવાલ એ છે કે આવા જુગારધામો પર પોલીસની નજર પહોંચે તે પહેલાં કેટલા સમયથી આ ખેલ ચાલી રહ્યો હતો?