Advertisement

ખેડૂત નેતા રાજુ કરપડા 200થી વધુ ગાડીઓના કાફલા સાથે કમલમ પહોંચી ભાજપમાં જોડાશે, સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો

ખેડૂત નેતા રાજુ કરપડા 200થી વધુ ગાડીઓના કાફલા સાથે કમલમ પહોંચી ભાજપમાં જોડાશે, સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડા આજે ગાંધીનગર સ્થિત ‘કમલમ’ ખાતે ભાજપમાં ભવ્ય રીતે જોડાયા છે. 200થી વધુ ગાડીઓના વિશાળ કાફલા સાથે તેઓ સમર્થકો સાથે કમલમ પહોંચ્યા હતા, જ્યાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના આગેવાનોની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ધારણ કર્યો. તેમના આ શક્તિપ્રદર્શનથી રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં મોટી હલચલ સર્જાઈ છે.


રાજુ કરપડાના ભાજપમાં જોડાતા આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા કરપડાના નિર્ણયથી સ્થાનિક રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર થવાની શક્યતા છે. સાથે સાથે ભાજપ તરફથી તેમને ચૂંટણી ટિકિટ મળવાની અટકળો પણ તેજ બની છે, જેનાથી આવનારા સમયમાં રાજકીય દ્રશ્ય વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

Advertisement