“જોઈન્ટ હોમ લોનમાં એક પાર્ટનરનું મૃત્યુ થાય તો… શું EMI પણ મરી જાય છે? કે પછી આખી લોન જીવતા પાર્ટનરના માથે આવી પડે છે?”
ઘર ખરીદવાનું સપનું હવે સામાન્ય માણસ માટે એટલું સરળ નથી રહ્યું...
ઘરની કિંમત લાખોમાં નહીં, કરોડોમાં પહોંચી રહી છે!
એટલે જ લોકો હવે એકલા નહીં, પરંતુ જોઈન્ટ હોમ લોન તરફ વળી રહ્યા છે.
પતિ-પત્ની હોય કે પિતા-પુત્ર, પિતા-પુત્રી કે માતા-પુત્રી...
બે લોકોની આવક જોડાય એટલે લોનની પાત્રતા વધે અને EMIનો બોજ પણ વહેંચાઈ જાય.
પણ અહીં એક એવો સવાલ છે, જે મોટાભાગના લોકો લોન લેતી વખતે વિચારતા જ નથી...
ધારો કે 20 વર્ષ માટે જોઈન્ટ હોમ લોન લીધી...
અને થોડાં વર્ષો બાદ એક પાર્ટનરનું મૃત્યુ થઈ જાય તો?
શું બેન્ક કહેશે—
“ચાલો, હવે તમારી અડધી લોન માફ!”?
જવાબ છે—ના!
જોઈન્ટ હોમ લોનમાં બંને પાર્ટનર લોન ચૂકવવા માટે જવાબદાર હોય છે.
એટલે એક પાર્ટનરનું મૃત્યુ થાય તો લોનની જવાબદારી આપમેળે ખતમ થતી નથી.
બાકી રહેલી EMI ચૂકવવાની જવાબદારી હયાત પાર્ટનર પર આવી શકે છે.
અને જો EMI ભરવામાં ડિફોલ્ટ થાય, તો લોન સામે ગીરવે મૂકેલી પ્રોપર્ટી પર બેન્ક કાર્યવાહી કરી શકે છે.
એટલે ઘર તમારું હોય...
પણ લોનની જવાબદારીમાંથી છૂટકારો એટલો સરળ નથી!
અહીં આવે છે એક મહત્વની વસ્તુ—હોમ લોન ઇન્શ્યોરન્સ.
જો લોન સાથે યોગ્ય ઇન્શ્યોરન્સ કવર લેવામાં આવ્યું હોય અને પોલિસીની શરતો લાગુ પડે, તો મૃત્યુની સ્થિતિમાં વીમા કંપની બાકી લોનની નિર્ધારિત રકમ ચૂકવવામાં મદદ કરી શકે છે.
એટલે ઘર લેતા પહેલા માત્ર આ ન વિચારતા કે...
“EMI કેટલી આવશે?”
એ પણ વિચારો કે...
“કાલે હું કે મારો લોન પાર્ટનર ન રહીએ તો આ EMI કોણ ભરશે?”