જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પ પર હુમલો, 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં CRPF કેમ્પ પર હુમલો, 15 સેકન્ડમાં 30 રાઉન્ડ ફાયરિંગ

કુલગામ દક્ષિણ કાશ્મીરનો સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. શ્રીનગરથી આશરે 70થી 75 કિલોમીટર દૂર આવેલા આ વિસ્તારમાં અગાઉ પણ આતંકી ગતિવિધિઓ અને સુરક્ષાદળો પર હુમલાની ઘટનાઓ બની ચૂકી છે. કુલગામ ઉપરાંત અનંતનાગ અને શોપિયાં પણ આતંકી ગતિવિધિઓની દૃષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં સામેલ છે.

ઉપલબ્ધ આંકડા મુજબ, જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2024થી અત્યાર સુધીમાં 548 આતંકી ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટનાઓમાં 45 સુરક્ષાકર્મીઓ શહીદ થયા છે, જ્યારે 138 આતંકીઓ માર્યા ગયા છે.

ચાર દિવસ પહેલાં આતંકીઓના બે મદદગારોની ધરપકડ

નોંધનીય છે કે આ ઘટના પહેલાં ચાર દિવસ અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે શ્રીનગરમાંથી આતંકીઓને મદદ કરવાના આરોપમાં બે શખ્સોની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યું હતું કે આ લોકો એક આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા હતા અને મહિલાઓને નિશાન બનાવવાની સાથે અલગતાવાદી વિચારધારા તથા પ્રચારને પ્રોત્સાહન આપતા હતા.

કુલગામમાં થયેલા આ તાજા હુમલા બાદ સુરક્ષાદળો એલર્ટ પર છે અને હુમલાખોરોને શોધવાની કામગીરી તેજ કરવામાં આવી છે.